Helpline +91 79 27557668

Welcome to Batrisi Jain Samaj Website

menu left image menu right image
home banner

Batrisi Jain Education Soc. hall

THANK YOU FOR YOUR CONTRIBUTION!

contribution img

Name2

contribution img

Name1

contribution img

name1

contribution img

Name2

contribution img

Name2

contribution img

Name3

contribution img

Name2

શ્રી બત્રીસી જૈન સમાજની મુખ્ય સંસ્થાના વહીવટી કાર્યક્ષેત્ર મુખ્યત્વે એજ્યુકેશન, મેડિકલ સહાય, ફ્રીશીપ યોજના, કોમ્પ્યુટર એજ્યુકેશન સહાય, સમાજના તેજસ્વી વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓને સન્માનપૂર્વક પ્રોત્સાહિત કરવા તથા શ્રી બત્રીસી જૈન સમાજના હોલનું સંપૂર્ણ સંચાલન કરવું અને સમાજના કાર્યમાં સમાજના સભ્યોને ઉપયોગી બનવું તે મુખ્ય હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના તા. ૧૦-૧૦-૧૯૪૪ના બંધારણથી થઇ. આજ સુધી કુલ ૪૮૦૦ ઉપર સભ્યો સંસ્થાના કાર્યમાં સહભાગી છે.

આદર્શ યોજના

વિશાળ ફલક પર પથરાયેલ આ જગતમાં સૌથી વિશેષ અનિશ્ચિતતા જો કોઈ હોય તો તે મૃત્યુના સમય અંગેની છે. એમાંયે કુટુંબમાં એકમાત્ર કમાનાર વ્યક્તિનું જુવાનજોધ દીકરાનું અચાનક અવસાન થાય ત્યારે પરિવાર અત્યંત વિકટ અને વિષમ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આવા સમયે પેઢી પાર પેઢીથી જેઓની સાથે નિકટનો સામાજિક નાતો બંધાયેલો છે એવા જ્ઞાતિબંધુઓને પરસ્પર હુંફ આપવાના ઉત્કૃષ્ટ અભિગમ સાથે પરસ્પર સહાયરૂપ થવાના આશયથી કાર્યાન્વિત આ એક જીવન વીમો પ્રદાન કરતી અનોખી યોજના છે. જેનું સંચાલન સ્વયં સભ્યોએ ચૂંટેલા કાર્યકરો દ્વારા થાય છે. જીવન વિમા નિગમમાં વિમો ઉતરાવવાના સમયે જે વિધિ કરવાની હોય છે તેની રારખામણીમાં આ યોજનામાં જોડાવવાનું સાવ સરળ છે. આ યોજનાનું મુખ્ય પાસુ એ છે કે એમાં ભ્રાતુભાવની ભાવનાથી સભ્યો જોડાય છે અને સભ્યના અવસાન બાદ સદ્ભાવના કલ્યાણનિધિ (ડેથ કલેઇમ)ની રકમની ટુર્ન ચુકવણી સદ્દગતના પરિવારને ઘરબેઠા કરવામાં આવે છે. આમ સમાજના પરિવારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતી આ આદર્શ યોજના છે.

સંક્ષિપ્ત રૂપરેખા

આ યોજનાનું હાર્દ એ છે કે યોજનામાં જોડાનાર કોઈપણ સભ્યનું જયારે અવસાન થાય ત્યારે તેના પરિવારને સહાયભૂત થવા બાકીના દરેક સભ્ય સદ્ભાવના ફાળાની રકમ (રૂ. ૮૦/-) સ્કીમમાં જમા કરાવે છે. આ એકત્રિત થયેલ રકમની ૭૫% રકમ એટલે કે યોજનાના જે તે વખતના કુલ સભ્યોની સંખ્યાને રૂ. ૬૦/- થી ગુણાકાર કરતા જે રકમ થાય તે ફેટર્નીટી બેનીફીટ (સદ્ભાવના કલ્યાણનિધિ) તરીકે સદ્દગતના પરિવારને આપવામાં આવે છે.

બાકીના રૂ. ૨૦/- પ્રમાણેની દરેક સભ્યની રકન સ્કીમના કોર્પસ ફંડમાં જમા થાય છે. સળંગ ૨૫ વર્ષના સભ્યપદ બાદ સભ્યોએ સદ્ભાવના ફાળાની કોઈપણ રકમ ભરવાની નથી. ત્યારબાદ આ રકમ સ્કીમના કોર્પસ ફંડમાંથી અપાશે.

યોજનાનો મંગલ પ્રારંભ

તા. ૧૯/૧૧/૨૦૦૦ રવિવારના રોજ યોજના કાર્યાન્વિત કરવા મળેલ સભામાં જાહેર કર્યા અનુસાર સમાજના ૫૬૦ ઉત્સાહી કોઉંડેરા સભ્યો સાથે ૨૬/૧૧/૨૦૦૧ના રોજ યોજનાનો વિધિવત મંગલ પ્રારંભ થયેલ અને સભ્ય સંખ્યા ૨૦૦૧ના માર્ચના અંત સુધીમાં ૯૩૬ સભ્યો થઇ હતી. ત્યારબાદ દર વર્ષે સભ્ય સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો અને હાલ ૨૦૧૮ના માર્ચ સુધીમાં સભ્ય સંખ્યા ૩૬૩૭ સુધી પહોંચેલ છે, જે સભ્ય સંખ્યાનો વિક્રમજનક વધારો દર્શાવે છે. સભ્યપદ વૃદ્ધિના બે મહત્વના પાસ નોંધનીય છે. અત્યાર સુધીના ૧૮ વર્ષમાં કોઈપણ વર્ષે સભ્યપદ વૃદ્ધિ નેગેટિવ થઇ નથી. એટલું જ નહીં, આટલા વર્ષોમાં કુલ ડિફોલ્ટર સભ્યો માત્ર ૯૪ એટલે કે નહીંવત છે.

સભ્ય થવા માટેની લાયકાત અને કાર્યવાહી

બત્રીસી જૈન સમાજની ૧૯ વર્ષ (રનીંગ) થી ૫૫વર્ષ (પુરા) સુધીની કોઈપણ વ્યક્તિ આ સ્કીમમાં સભ્ય થઇ શકે છે. અન્ય સમાજમાં પરણાવેલ સમાજની તેટલી ઉંમરના બહેન-દિકરી તથા તેઓના પતિ પણ આ યોજનામાં જોડાઈ શકે છે. એક કુટુંબમાંથી સભ્ય થવા માટે સંખ્યાની મર્યાદા સભ્ય થવા માટે નિયત ફી, જન્મ તારીખના દાખલ સહિત સભ્યપદની અરજીનું નિયત ફોર્મ ભરી આપવાનું હોય છે. સભ્યપદની નિયત કરેલ ફી "બત્રીસી જૈન સામાજિક સુરક્ષા યોજના"ના નામના અમદાવાદમાં મળવાપાત્ર "એકાઉન્ટ પેયી" ચેક અગર ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. ૩૫ વર્ષની ઉપરની વ્યક્તિએ પ્રાથમિક હેલ્થ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ સભ્યપદની અરજી સાથે આપવાનો રહે છે. સભ્યપદ અરજીનું ફોર્મ કાર્યાલય ઉપરથી મળી શકશે.

કાર્યાલયનું સરનામું

બત્રીસી જૈન સમાજ સુરક્ષા યોજના, C/o. સદ્કાર્ય સેવા સંઘ રોગ નિદાન કેન્દ્ર, પાર્શ્વનાથ ચેમ્બર્સ (ભોંયરામાં), રિઝર્વ બેન્કની બાજુમાં, ઇન્કમ ટેક્ષ સર્કલ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નં. ૨૭૫૪૦૧૧૮

કાર્યાલયનો સમય

સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ (રવિવાર સિવાય)

ભ્રાતૃભાવ મુખપત્ર

સંસ્થાનું મુખપત્ર ભ્રાતૃભાવ છેલ્લા પંદર વર્ષથી દર મહિનાની તા. ૨૧મીએ પ્રગટ કરવામાં આવે છે અને તેમાં યોજના અંગેની દરેક માહિતી વિગતવાર આપવામાં આવે છે. ઉપરાંત ધાર્મિક, આરોગ્ય વિષયક તથા રોજીંદા જીવનમાં માર્ગદર્શક લેખો વિવિધતા ભરેલી ઉપયોગી માહિતીપ્રદ લેખોથી દીપી ઉઠે છે. છેલ્લા બે વર્ષથી ભ્રાતૃભાવ મલ્ટી કલરમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેનાથી તે આકર્ષક અનર આગવી ભાટ પાડતું અને સભ્યોમાં લોકપ્રિય બનેલ છે.

શ્રી બત્રીસી જૈન યુવક સંઘની સ્થાપના તા. ૧૬-૦૯-૧૯૫૬ના થઇ હતી.

પર્યુષણ પર્વમાં સમાજના અઠ્ઠાઈકે તેથી વધુ તપ કરનાર સમાજના તપસ્વીઓની અનુમોદના અર્થે તપસ્વી બહુમાન તથા તીર્થયાત્રા પ્રવાસનું આયોજન શ્રી બત્રીસી જૈન યુવક સંઘ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે.

આ ઉપરાંત સામાજિક નાટક, ગેટ તો ગેધર વિગેરે જેવા પ્રોગ્રામો પણ કરવામાં આવેલ છે. તેવી જ રીતે ભવિષ્યમાં સમાજલક્ષી કર્યો ચાલુ રાખવામાં આવશે. સમાજના નવુવાનોના સાથ અને સહકારથી શ્રી બત્રીસી જૈન યુવક સંઘને કાર્ય સિધ્ધિ દ્વારા નવી ઊંચાઈ ઉપર લઇ જવા વર્તમાન કમિટી તત્પર છે.

સંસ્થા અંગેની માહિતી

આજથી લગભગ ૩૫ વર્ષ પહેલા આપણી જ્ઞાતિના પીઢ, દૂરંદેશી અને હીતચિંતક વડીલોને જ્ઞાતિના કેટલાક કુટુંબોની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ જોઈને તેઓ માટે કંઇક કરવું તે સમાજની પવિત્ર ફરજ છે અને તેઓની શાતા, સમાધિ વધે અને એક યા બીજી રીતે તેમના સહયોગી થવા માટે કંઇક કરવું અનિવાર્ય છે તેવો વિચાર આવ્યો.

તેના અનુસંધાને શ્રીયુક રસિકલાલ ચીમનલાલ મોદીના પ્રમુખસ્થાને તા. ૧૫-૦૯-૧૯૮૩ના રોજ કેટલાક વડીલોએ એકઠા થઈને "આનંદ કલ્યાણ નિધિ ટ્રસ્ટ"ની સંસ્થા રજીસ્ટર કરી. સંસ્થાનો મૂળભૂત ઉદ્દેશ માત્ર અને માત્ર જરૂરિયાત મંદ વ્યક્તિઓને ઉપયોગી થવાય તેવો દ્રઢ સંકલ્પ હતો.

સૌ પ્રથમ જરૂરિયાતમંદ કુટુંબોને અન્ન વિતરણ કરવાનું નક્કી કર્યું અને ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. સમાજની એક વ્યક્તિએ વડીલોને કહ્યુંકે આપ ફાળો ઉઘરાવવાની શરૂઆત કરો અને ખૂટતી તમામ રકમ હું આપીશ. આ એક જ વ્યક્તિની હિંમતથી સંસ્થાનું કામ સરળ થઇ ગયું. ત્યારબાદ અન્ન વિતરણની સાથે ગૃહ ઉદ્યોગ માટે શિવણના સંચા, સાઇકલ વિગેરેની સગવડ માટે વગર વ્યાજની લોન આપવાનું શરુ કર્યું.

સંસ્થાના વધુ વિકાસ માટે તા. ૨૬-૦૭-૧૯૯૮ના રોજ શાહપુર ચુનારાના ખાંચે જૈન વાડીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં ખુબજ ઉત્સાહ સાથે જ્ઞાતિ બંધુઓએ રસ લીધો અને રૂપિયા ત્રીસ લાખ જેટલી માતબર રકમ ભેગી થઇ. તે જ ચુનારા ના ખાંચામાં એક મકાન સંસ્થાને દાનમાં મળ્યું અને ત્યાં મહિલા ગૃહ ઉદ્યોગનું કામ ચાલુ કર્યું. આમ સંસ્થા વિકાસ ના પગલાં ભરતી થઇ.

તા. ૨૦-૦૨-૨૦૦૫ના રોજ જ્ઞાતિના હોલમાં આજદિન સુધી દાનનો અને સહયોગી થવાનો લાભ લેનાર મહાનુભાવોની અનુમોદના કરવા માટે એક જાહેર કાર્યક્રમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમરત્નસુરીશ્વરજી ની નિશ્રામાં યોજવામાં આવ્યો. પૂજ્યશ્રીનું સાધર્મિક ભક્તિ ઉપરનું ભાવ સભર પ્રવચન અને પવિત્ર વાણીના પ્રભાવે જોત જોતામાં રૂપિયા અઠ્ઠાવન લાખનું ભંડોળ એકત્રિત થયું.

તે જ સભામાં વ્યક્તિગત રીતે અનેક વ્યક્તિઓ આ પ્રવૃત્તિમાં લાભ લઇ જોડાય તે હેતુથી સાધર્મિક દત્તક કુટુંબની યોજના - જેમાં એક વ્યક્તિ રૂ. ૨૫૦૦/-નું દાન આપી એક વર્ષ માટે એક કુટુંબ દત્તક લઇ શકે અને બાકીની રકમ સંસ્થા જોડે તેમ નક્કી કરવામાં આવ્યું.

આજદિન સુધીમાં લગભગ ૨૯૦ કુટુંબોને તેનો લાભ મળ્યો છે અને હાલ પણ તે પ્રવૃત્તિ ચાલુ છે જેમાં વ્યક્તિ પોતાના ઘરના યોગ્ય પ્રસંગોએ એક અથવા વધુ કુટુંબોને દત્તક લે છે અને આ પ્રવૃત્તિને વેગવંતી રાખે છે.

તા. ૦૫-૦૪-૨૦૧૫ના રોજ સંસ્થાના પ્રમુખસ્થાને રહીને તન, મન અને ધનથી સેવા આપનાર શેઠ શ્રી કાંતિલાલ અમૃતલાલ શાહ (ગામ - વહેલાલ) નું. બહુમાન કરેલ.

હાલમાં પ્રમુખ સ્થાને શેઠ શ્રી વિજયભાઈ હઠીસિંગ શાહ (ગામ - અડાલજ) તથા ઉપ પ્રમુખ સ્થાને શેઠ શ્રી કલ્પેશભાઈ વનમાળીદાસ શાહ (ગામ - સાંતેજ) ના માર્ગદર્શન હેઠળ હોદ્દેદારો દ્વારા આ સંસ્થાની પ્રવૃત્તિ ખુબ જ સરળતાથી ચાલે છે.

હાલમાં સંસ્થા નીચેના કાર્યો સેવાકીય રીતે કરે છે.

(૧) અન્ન વિતરણ પ્રવૃત્તિ

(૨) વિદ્યાભ્યાસમાં યોગ્ય અનુદાન

(૩) ગૃહ ઉદ્યોગ માટે વગર વ્યાજની લોન

(૪) મેડિકલ સહાય

આપશ્રીને વિનંતીકે સંસ્થાને નીચે જણાવેલ યોજનામાં લાભ લઇ જ્ઞાતિબંધુઓને શાતા અને સમાધિ આપવામાં મદદરૂપ થશો

યોજના

આધાર સ્થંભ રૂ. ૧૧૧૧૧૧=૦૦

શુભેચ્છક રૂ. ૫૧૧૧૧=૦૦

ડોનર (લાઈફ) મેમ્બર; રૂ. ૧૧૧૧૧=૦૦

એક કુટુંબ એક વર્ષ માટે દત્તક યોજના રૂ. ૫૦૦૦=૦૦

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Pellentesque auctor, est pharetra ullamcorper suscipit, tortor leo bibendum odio, viverra eleifend turpis nunc at diam. Cras id turpis ac nulla consequat gravida vitae in nulla. Sed tempor diam vel mattis ornare. Mauris dapibus, nunc quis varius egestas, quam dolor semper dolor, sed egestas ex est nec sem. Aliquam eu laoreet purus. Nam malesuada lorem vitae neque condimentum vestibulum. Phasellus vitae felis commodo, gravida augue at, tincidunt dui. Nunc at tempor augue. Pellentesque vitae pulvinar leo. Curabitur id rhoncus turpis. Nullam consectetur sem non ligula finibus egestas. Donec sit amet sapien tincidunt, condimentum sapien non, tempor risus. Proin in orci sit amet nunc tempus porta.

Upcoming Events

No Events

Villages Covered in Batrisi Samaj