Helpline +91 79 27557668

Welcome to Batrisi Jain Samaj Website

menu left image menu right image
inner back right image

Batrisi Jain Samaj Suraksha Yojana

About

આદર્શ યોજના

વિશાળ ફલક પર પથરાયેલ આ જગતમાં સૌથી વિશેષ અનિશ્ચિતતા જો કોઈ હોય તો તે મૃત્યુના સમય અંગેની છે. એમાંયે કુટુંબમાં એકમાત્ર કમાનાર વ્યક્તિનું જુવાનજોધ દીકરાનું અચાનક અવસાન થાય ત્યારે પરિવાર અત્યંત વિકટ અને વિષમ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આવા સમયે પેઢી પાર પેઢીથી જેઓની સાથે નિકટનો સામાજિક નાતો બંધાયેલો છે એવા જ્ઞાતિબંધુઓને પરસ્પર હુંફ આપવાના ઉત્કૃષ્ટ અભિગમ સાથે પરસ્પર સહાયરૂપ થવાના આશયથી કાર્યાન્વિત આ એક જીવન વીમો પ્રદાન કરતી અનોખી યોજના છે. જેનું સંચાલન સ્વયં સભ્યોએ ચૂંટેલા કાર્યકરો દ્વારા થાય છે. જીવન વિમા નિગમમાં વિમો ઉતરાવવાના સમયે જે વિધિ કરવાની હોય છે તેની રારખામણીમાં આ યોજનામાં જોડાવવાનું સાવ સરળ છે. આ યોજનાનું મુખ્ય પાસુ એ છે કે એમાં ભ્રાતુભાવની ભાવનાથી સભ્યો જોડાય છે અને સભ્યના અવસાન બાદ સદ્ભાવના કલ્યાણનિધિ (ડેથ કલેઇમ)ની રકમની ટુર્ન ચુકવણી સદ્દગતના પરિવારને ઘરબેઠા કરવામાં આવે છે. આમ સમાજના પરિવારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરતી આ આદર્શ યોજના છે.

સંક્ષિપ્ત રૂપરેખા

આ યોજનાનું હાર્દ એ છે કે યોજનામાં જોડાનાર કોઈપણ સભ્યનું જયારે અવસાન થાય ત્યારે તેના પરિવારને સહાયભૂત થવા બાકીના દરેક સભ્ય સદ્ભાવના ફાળાની રકમ (રૂ. ૮૦/-) સ્કીમમાં જમા કરાવે છે. આ એકત્રિત થયેલ રકમની ૭૫% રકમ એટલે કે યોજનાના જે તે વખતના કુલ સભ્યોની સંખ્યાને રૂ. ૬૦/- થી ગુણાકાર કરતા જે રકમ થાય તે ફેટર્નીટી બેનીફીટ (સદ્ભાવના કલ્યાણનિધિ) તરીકે સદ્દગતના પરિવારને આપવામાં આવે છે.

બાકીના રૂ. ૨૦/- પ્રમાણેની દરેક સભ્યની રકન સ્કીમના કોર્પસ ફંડમાં જમા થાય છે. સળંગ ૨૫ વર્ષના સભ્યપદ બાદ સભ્યોએ સદ્ભાવના ફાળાની કોઈપણ રકમ ભરવાની નથી. ત્યારબાદ આ રકમ સ્કીમના કોર્પસ ફંડમાંથી અપાશે.

યોજનાનો મંગલ પ્રારંભ

તા. ૧૯/૧૧/૨૦૦૦ રવિવારના રોજ યોજના કાર્યાન્વિત કરવા મળેલ સભામાં જાહેર કર્યા અનુસાર સમાજના ૫૬૦ ઉત્સાહી કોઉંડેરા સભ્યો સાથે ૨૬/૧૧/૨૦૦૧ના રોજ યોજનાનો વિધિવત મંગલ પ્રારંભ થયેલ અને સભ્ય સંખ્યા ૨૦૦૧ના માર્ચના અંત સુધીમાં ૯૩૬ સભ્યો થઇ હતી. ત્યારબાદ દર વર્ષે સભ્ય સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો અને હાલ ૨૦૧૮ના માર્ચ સુધીમાં સભ્ય સંખ્યા ૩૬૩૭ સુધી પહોંચેલ છે, જે સભ્ય સંખ્યાનો વિક્રમજનક વધારો દર્શાવે છે. સભ્યપદ વૃદ્ધિના બે મહત્વના પાસ નોંધનીય છે. અત્યાર સુધીના ૧૮ વર્ષમાં કોઈપણ વર્ષે સભ્યપદ વૃદ્ધિ નેગેટિવ થઇ નથી. એટલું જ નહીં, આટલા વર્ષોમાં કુલ ડિફોલ્ટર સભ્યો માત્ર ૯૪ એટલે કે નહીંવત છે.

સભ્ય થવા માટેની લાયકાત અને કાર્યવાહી

બત્રીસી જૈન સમાજની ૧૯ વર્ષ (રનીંગ) થી ૫૫વર્ષ (પુરા) સુધીની કોઈપણ વ્યક્તિ આ સ્કીમમાં સભ્ય થઇ શકે છે. અન્ય સમાજમાં પરણાવેલ સમાજની તેટલી ઉંમરના બહેન-દિકરી તથા તેઓના પતિ પણ આ યોજનામાં જોડાઈ શકે છે. એક કુટુંબમાંથી સભ્ય થવા માટે સંખ્યાની મર્યાદા સભ્ય થવા માટે નિયત ફી, જન્મ તારીખના દાખલ સહિત સભ્યપદની અરજીનું નિયત ફોર્મ ભરી આપવાનું હોય છે. સભ્યપદની નિયત કરેલ ફી "બત્રીસી જૈન સામાજિક સુરક્ષા યોજના"ના નામના અમદાવાદમાં મળવાપાત્ર "એકાઉન્ટ પેયી" ચેક અગર ડિમાન્ડ ડ્રાફ્ટથી સ્વીકારવામાં આવે છે. ૩૫ વર્ષની ઉપરની વ્યક્તિએ પ્રાથમિક હેલ્થ ચેકઅપ કરાવી તેનો રિપોર્ટ સભ્યપદની અરજી સાથે આપવાનો રહે છે. સભ્યપદ અરજીનું ફોર્મ કાર્યાલય ઉપરથી મળી શકશે.

કાર્યાલયનું સરનામું

બત્રીસી જૈન સમાજ સુરક્ષા યોજના, C/o. સદ્કાર્ય સેવા સંઘ રોગ નિદાન કેન્દ્ર, પાર્શ્વનાથ ચેમ્બર્સ (ભોંયરામાં), રિઝર્વ બેન્કની બાજુમાં, ઇન્કમ ટેક્ષ સર્કલ પાસે, આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નં. ૨૭૫૪૦૧૧૮

કાર્યાલયનો સમય

સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ (રવિવાર સિવાય)

ભ્રાતૃભાવ મુખપત્ર

સંસ્થાનું મુખપત્ર ભ્રાતૃભાવ છેલ્લા પંદર વર્ષથી દર મહિનાની તા. ૨૧મીએ પ્રગટ કરવામાં આવે છે અને તેમાં યોજના અંગેની દરેક માહિતી વિગતવાર આપવામાં આવે છે. ઉપરાંત ધાર્મિક, આરોગ્ય વિષયક તથા રોજીંદા જીવનમાં માર્ગદર્શક લેખો વિવિધતા ભરેલી ઉપયોગી માહિતીપ્રદ લેખોથી દીપી ઉઠે છે. છેલ્લા બે વર્ષથી ભ્રાતૃભાવ મલ્ટી કલરમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેનાથી તે આકર્ષક અનર આગવી ભાટ પાડતું અને સભ્યોમાં લોકપ્રિય બનેલ છે.

Active Committee

Kalpeshbhai Vanmalidas Shah
President
Babulal Chandulal Shah
Vice President
Dhirenbhai Popatlal Shah
Secretary
Amishbhai Navinchandra Shah
Treasurer
Ajitbhai Chandulal Shah
Member
Dhanendrabhai Ambalal Shah
Member
Hashmukhbhai Bhikhabhai Shah
Member
Mahendrabhai Kantilal Shah
Member
Mahendrabhai Ratilal Shah
Member
Nileshbhai Ramanlal Shah
Member
Prakashbhai Chandulal Shah
Member
Arvindbhai Popatlal Shah
Member